બંધ

    ઇતિહાસ

    આ બનાસકાંઠા જીલ્લાનું નામ રાજસ્થાનના ઉદેપુરની ટેકરીઓ પર આવેલા ઢેબર તળાવ પરથી “બનાસ” નદી પરથી પડ્યું છે. જિલ્લાનું મુખ્ય મથક પાલનપુર છે. પાલનપુર રાજા પ્રહલાદનદેવના નામ પરથી જાણીતું છે. ૧૪મી સદી પછી, આઝાદી સુધી, પાલનપુર પર ઝાલોરના મુસ્લિમ શાસકોનું શાસન હતું અને તેના છેલ્લા રાજા નવાબ શ્રી તાલેહમહમ્મદખાન શ્રીમહમ્મદખાન વર્ષ ૧૯૧૮ માં શાસક બન્યા હતા. બનાસકાંઠા જિલ્લો પછાત વિસ્તાર તરીકે ગણવામાં આવે છે. ખેતી પાણી પર નિર્ભર છે અને આ જિલ્લામાં કોઈ ઔદ્યોગિક સંસ્થા નથી. શ્રી એલ.પી.દવે, બનાસકાંઠા જિલ્લાના પ્રથમ જિલ્લા ન્યાયાધીશ હતા અને તેમનો સેવા કાર્યકાળ ૨૯-૦૯-૧૯૪૮ થી ૩૧-૦૫-૧૯૫૦ સુધીનો હતો.